મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'હું નર્મદા કેનાલમાં પડું છું' કહી શિક્ષકની આત્મહત્યા

મહેસાણા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક શિક્ષકે નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરી પોતાન

'હું નર્મદા કેનાલમાં પડું છું' કહી શિક્ષકની આત્મહત્યા

મહેસાણા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક શિક્ષકે નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. કડીના બલાસર નજીક કેનાલમાં પટેલ વાસુભાઈ વિઠ્ઠલભાઈ નામના શિક્ષકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો ; બરોડા: હરણી કાંડના દોષી નિવૃત ઈજનેરના પેન્શનમાં મુકાશે આજીવન કાપ

મળતી માહિતી પ્રમાણે, દસાડા તાલુકાની ઉમરીયાડા શાળામાં આ શિક્ષક ફરજ બજાવતા હતા. રોજની જેમ સવારે અલ્ટો કાર લઈને તેઓ શાળાએ જવા નીકળ્યા હતા. કેનાલ પાસે પહોંચતા તેમણે ગાડીને રોડની સાઈડમાં મૂકી અને સંબંધીને ફોન કરી જાણ કરી. શિક્ષકે સંબંધીને ફોન કરી કહ્યું કે, હું નર્મદા કેનાલમાં કુદી આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. એટલું કહેતા જ શિક્ષકે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

મામલાની જાણ થતાં જ કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તેમજ તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ હાથ ધરાઇ હતી.

આ સમાચાર શેર કરો