મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભગવાનના મંદિરોને નિશાને લેતા તસ્કરો, મહાદેવ મંદિરમાંથી સાપની કરી લીધી ચોરી

સુરતમાં તસ્કરોનો તરખાટ દિવસે દિવસે વધી રહ્યો છે. નવરાત્રિ ચાલી રહી છે. તેમ છતાં તસ્કરોને કાયદા વ્ય

સુરતમાં ભગવાનના મંદિરોને નિશાને લેતા તસ્કરો, મહાદેવ મંદિરમાંથી સાપની કરી લીધી ચોરી

સુરતમાં તસ્કરોનો તરખાટ દિવસે દિવસે વધી રહ્યો છે. નવરાત્રિ ચાલી રહી છે. તેમ છતાં તસ્કરોને કાયદા વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તે રીતે મહાદેવના મંદિરમાંથી તસ્કરે ચોરી કરી હતી. એક જ અઠવાડીયામાં બે વખત તસ્કરે ચોરી કરી હતી. આશ્રમમાં મહાદેવની મૂર્તિ પરથી સાપની ચોરી કરી હતી. ત્યારબાદ છત્તર ચાંદીનું પણ ઉઠાવી ગયો હતો.

બે ચોરી કરી

રામનગર ખાતે આવેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની ચોરી કરવામાં આવી હતી.સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી. જેમાં પણ આ જ વ્યક્તિ હતો.

કાર્યવાહીની માગ

સુરેશ માધાણીએ કહ્યું કે, નિલકંઠ મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે જોયું કે, મહાદેવ પર નાગની ચોરી કરી લેવામાં આવી છે. આ જ વ્યક્તિએ અગાઉ ચાંદીના છત્તરની પણ ચોરી કરી હતી. જેથી અમે પોલીસમાં ફરિયાદ કરી છે. સાથે જ આ ઈસમ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

આ સમાચાર શેર કરો