VEDIO:તાપીની આશ્રમશાળામાં જમતી વખતે અથાણું લાવવાનું ભૂલી જવા જેવી સામાન્ય બાબતે એક સગીરાએ બીજી સગીરા પર ચપ્પુથી હુમલો કર્યો.
સોર્સ : GSTV
તાપી જિલ્લાના વાલોડ તાલુકાની એક આશ્રમશાળામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાથે રહીને અભ્યાસ કરતી એક સગીરાએ પોતાની જ સહપાઠી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, ભોજન દરમિયાન હુમલો કરનાર સગીરાએ અન્ય વિદ્યાર્થીનીને અથાણું લેવા માટે કહ્યું હતું. જો કે, વિદ્યાર્થીની અથાણું લાવવાનું ભૂલી જતાં, બીજી સગીરા ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણે આવેશમાં આવીને તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.
આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી વિદ્યાર્થીનીને વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ સમગ્ર મામલે વાલોડ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

