Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Torrential rain from early morning in hot wave, new water coming in rivers, farmers are happy

VIDEO: તાપીના ડોલવણમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ડોલવણ પંથક સહિત આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. આ સાર્વત્રિક વરસાદને પગલે સ્થાનિક નદી-નાળા અને ખેતરો વરસાદી પાણીથી છલકાઈ ગયા છે. લાંબા સમયના વરસાદી માહોલથી જગતનો તાત ભારે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લો-લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેને પગલે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. બીજી તરફ, ઉપરવાસમાં આવેલા ડાંગ જિલ્લા તેમજ ડોલવણ તાલુકામાં સતત પડી રહેલા વરસાદને કારણે સ્થાનિક નદીઓ જીવંત થઈ ઉઠી છે. તાલુકામાંથી પસાર થતી અંબિકા, ઓલણ અને પૂર્ણા સહિતની તમામ મુખ્ય નદીઓમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે, જેથી વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે.

App Store