Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Most wanted accused, absconding for 25 years, arrested in double murder and robbery case

Tapi News: ડબલ મર્ડર અને ધાડના ગુનામાં 25 વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Tapi News: ડબલ મર્ડર અને ધાડના ગુનામાં 25 વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો
સોર્સ : GSTV

વર્ષ 2000ની સાલમાં કીમ વિસ્તારમાં થયેલા ચકચારી ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લા ૨૫ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. ઉત્તર પ્રદેશથી વોન્ટેડ આરોપી ગિરીશ ઉર્ફે લલ્લુ મિશ્રાની ધરપકડ કરીને પોલીસે વર્ષો જૂના વણઉકેલ્યા કેસમાં મહત્વની કડી મેળવી છે.

App Store

ઘટનાની વિગતો મુજબ, વર્ષ 2000માં 8 આરોપીઓએ ભેગા મળીને કીમ વિસ્તારમાંથી પસાર થતી યાર્ન ભરેલી ટ્રકમાં મુસાફર બનીને બેઠા હતા. રસ્તામાં આ શખ્સોએ હિંસક રૂપ ધારણ કરી ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની નિર્મમ હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ અંદાજે 7 લાખની કિંમતનો યાર્નનો જથ્થો લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ક્રૂર ઘટનાએ તે સમયે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી હતી.

આ ગુનામાં કુલ 8 આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાંથી અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા. પકડાયેલ આરોપી ગિરીશ ઉર્ફે લલ્લુ મિશ્રા પોતાની ઓળખ છુપાવીને ઉત્તર પ્રદેશમાં આશ્રય લઈ રહ્યો હતો. એલસીબીની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઓપરેશન પાર પાડીને તેને દબોચી લીધો છે. આ ટોળકીના 8 સભ્યોમાંથી હવે 6 સભ્યો જેલના સળિયા પાછળ પહોંચી ગયા છે. જોકે, આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો હજુ પણ પોલીસ ચોપડે વોન્ટેડ છે. પકડાયેલા ગિરીશની પૂછપરછમાં બાકીના આરોપીઓ અંગે પણ મહત્વની વિગતો બહાર આવવાની શક્યતા છે.