Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : A case of sexual harassment has been registered against a Muslim tuition administrator, the man was sexually abusing a minor.

Tapi news: મુસ્લિમ ટ્યુશન સંચાલક સામે જાતીય સતામણીનો ગુનો નોંધાયો, સગીરાને શખ્સ કરતો હતો અડપલા

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Tapi news: મુસ્લિમ ટ્યુશન સંચાલક સામે  જાતીય સતામણીનો ગુનો નોંધાયો, સગીરાને શખ્સ કરતો હતો અડપલા
સોર્સ : GSTV

રાજ્યના તાપી જિલ્લામાંથી અહેવાલ સામે આવ્યા છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક સગીર વિદ્યાર્થિની સાથે વિધર્મી ટ્યુશન સંચાલક અસ્વદ હૈદર શેખ દ્વારા શારીરિક અડપલાં અને જાતીય સતામણી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

App Store

નરાધમ શિક્ષક વિદ્યાર્થિનીનો પીછો પણ કરતો

નરાધમ શિક્ષક વિદ્યાર્થિનીનો પીછો પણ કરતો હતો. તો બીજી તરફ વિદ્યાર્થીનીનો નંબર મેળવીને મોબાઈલ દ્વારા પણ હેરાન કરતો હતો અને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનનારના પરિવારે હિંમત દાખવી ફરિયાદ નોંધાવતા વાલોડ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.