Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Maharashtra youth dies after car overturns, 4 injured rushed to hospital

VIDEO/ Tapi: કાર પલટી જતાં મહારાષ્ટ્રના યુવકે જીવ ગુમાવ્યો, 4 ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તાપી જિલ્લાના કુકરમુંડા ગામે આઈટીઆઈ (ITI) તરફ જતા માર્ગ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈ ગઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના સચિન ગુર્જર નામના યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કુકરમુંડા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:tapi newsgstv news