Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : 3 accused arrested under Operation Mule Hunt

Tapi: ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત 3 આરોપીઓ ઝડપાયા, કમિશન લઈને કરતા હતા કરોડોના ફ્રોડ ટ્રાન્ઝેક્શન

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Tapi: ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત 3 આરોપીઓ ઝડપાયા, કમિશન લઈને કરતા હતા કરોડોના ફ્રોડ ટ્રાન્ઝેક્શન
સોર્સ : GSTV

રાજ્ય સરકારના સાયબર ક્રાઇમ વિરોધી અભિયાન 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત તાપી જિલ્લાની સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા હાંસલ કરી છે. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંને 'મ્યુલ એકાઉન્ટ'નો ઉપયોગ કરીને હેરફેર કરતી ટોળકીના તાપી જિલ્લાના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આ ત્રણેય આરોપીઓ સાયબર ફ્રોડથી મેળવેલા નાણાંને અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા કરાવી, ટ્રાન્ઝેક્શન કરીને નાણાંની હેરફેર કરવાનું કામ કરતા હતા. આ કામગીરી માટે તેઓ 20% કમિશન લેતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

App Store

આરોપીઓ કમિશનના બદલામાં સાયબર ફ્રોડ દ્વારા ઠગાઈ કરાયેલા નાણાંને મ્યુલ એકાઉન્ટમાં મેળવતા અને પછી તે નાણાં આગળની ટોળકીને ટ્રાન્સફર કરતા હતા. ICICI બેંકમાં તેમણે ખોલાવેલા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ મુખ્યત્વે આ ગોરખધંધા માટે જ કરવામાં આવતો હતો.  સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓએ માત્ર એક વર્ષના સમયગાળામાં બે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં મારફતે 1 કરોડ 45 લાખ અને 1 કરોડ 33 લાખના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. ત્યારે હવે આંતર રાજ્ય સાયબર ફ્રોડ ગેંગ સાથે પકડાયેલા આરોપીઓના તાર જોડાયેલા હોવાની દિશામાં તાપી જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી છે.