વિજાપુર તાલુકાના ફુદેડા ગામના તલાટીનું ડેન્ગ્યુથી મોત, તલાટી મંડળ અને તાલુકામાં શોકની લાગણી
મહેસાણા: વિજાપુર તાલુકાના ફુદેડા ગામના તલાટીનું ડેન્ગ્યુથી મોત થયું છે. 35 વર્ષીય મૌલિકભાઈ દરજીનું

મહેસાણા: વિજાપુર તાલુકાના ફુદેડા ગામના તલાટીનું ડેન્ગ્યુથી મોત થયું છે. 35 વર્ષીય મૌલિકભાઈ દરજીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.
મહેસાણાના મૂળ સતલાસણા તાલુકાના ભાલુસણા ગામના વતની મૌલિકભાઈ દરજી છેલ્લા કેટલાક સમયથી ફૂદેડા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા. 1 નવેમ્બરના રોજ તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં ડેન્ગ્યુ થયો હોવાની જાણ થતાં તેનું નિદાન કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન ફેફસામાં પાણી ભરાઈ જતા શ્વાસ લેવામાં તકલીફ થઈ થતી. શ્વાસ લેવામાં તકલીફ થતા સોમવારે મોડી રાત્રે મૌલિકભાઈ દરજીનું મોત થયું છે. મૌલિકભાઈ દરજીના આકસ્મિક નિધનને લઈ તલાટી મંડળ અને તાલુકામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.




