મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં 130ની સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જનાર નબીરો ઝડપાયો, ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્ર્કશન કરાવાયુ

સુરતમાં વાલક પાટીયા બ્રિજ પર ફૂલ સ્પીડમાં કાર ચલાવી નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. નશામાં 130ની સ્પીડમાં કાર ચલાવી ડિવાઈડ

સુરતમાં 130ની સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જનાર નબીરો ઝડપાયો, ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્ર્કશન કરાવાયુ

સુરતમાં વાલક પાટીયા બ્રિજ પર ફૂલ સ્પીડમાં કાર ચલાવી નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. નશામાં 130ની સ્પીડમાં કાર ચલાવી ડિવાઈડર કુદાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં બે સગા ભાઈઓના મોત નીપજ્યાં હતાં.અકસ્માત સર્જનારા નબીરા કીર્તન ડાખરાની 30 કલાક બાદ ધરપકડ થઈ હતી. પોલીસે તેને સ્ટેશન પાસેથી પકડ્યો હતો. પોલીસે આજે કીર્તનને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

અકસ્માત બાદ નાસી ગયો

નબીરો અકસ્માત કર્યા બાદ ત્રણથી ચાર કલાક જેટલો સમય ગાર્ડનમાં બેઠો હતો. ત્યારબાદ પિતાને જાણ કરતા પિતાએ ઘરે આવી જવા જણાવ્યું હતું. જોકે તે ઘરે ગયો ન હતો. ત્યારબાદ અકસ્માતની રાત્રે નબીરો રેલવે સ્ટેશન પર જ સુઈ ગયો હતો. સવાર થતા જ આસપાસમાં આમતેમ આટાફેરા માર્યા બાદ સાંજ થતાં રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલમાં ગયો હતો અને ત્યાં રાત ગુજારી હતી.જ્યાંથી ગતરોજ સવારે હોટલમાંથી ચેક આઉટ કરીને રેલ્વે સ્ટેશન પાસે હતો ત્યારે પોલીસની પકડમાં આવી ગયો હતો.

નબીરાએ હાથ જોડ્યાં

કીર્તન ડાખરાએ જે જગ્યા પર અકસ્માત સર્જ્યો હતો. ત્યાં લઈ જઈને ઘટનાનું રી-કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કીર્તને બે હાથ જોડેલા હતા. તમામ ઘટના અંગે જણાવ્યું હતું. આ સાથે જ કીર્તન લંગડાતો લંગડાતો ચાલતો હોવાથી બે પોલીસ જવાનો દ્વારા તેને પકડીને ચલાવવામાં આવી રહ્યો હતો. બ્રિજ પર કાર ચલાવ્યા બાદ જ્યાંથી ડિવાઇડર કુદાવી હતી અને કઈ જગ્યા પર બાઈકચાલકોને ઉડાવ્યા હતા તે અંગે કીર્તને તમામ માહિતી આપી હતી.

આ સમાચાર શેર કરો