Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Total 3 killed, 6 injured in accidents in three districts

ગુજરાતમાં ત્રણ જિલ્લામાં અકસ્માતમાં કુલ 3ના મોત, 6 ઘાયલ સારવાર હેઠળ

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં ત્રણ જિલ્લામાં અકસ્માતમાં કુલ 3ના મોત, 6 ઘાયલ સારવાર હેઠળ

ગુજરાતમાંથી અવારનવાર ગંભીર અકસ્માતના સમાચાર સામે આવતા હોય છે. હજુ થોડા દિવસ પહેલાં જ સાપુતારામાં અકસ્માત સર્જાયો હતો જેમાં બસ ખાઈમાં પલટી જતાં 6 લોકોના મોત થયાં હતા જ્યારે 45 લોકો ઘાયલ થયા હતા. ત્યારે આજે ગુજરાતના ત્રણ શહેરોમાં ગંભીર અકસ્માતે સ્વરુપ લીધું હતું જેમાં કુલ 3ના મોત નિપજ્યાં હતા જ્યારે 6 લોકો ઘાયલ થયાં હતા.

App Store

સુરતમાં બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. બારડોલીના વાઘેચા કડોદ માર્ગ પર બે બાઇક વચ્ચે સામ સામે સર્જાયો હતો. જેમાં બે બાઇક પર કુલ પાંચ લોકો સવાર હતા તેમાંથી એક યુવકનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય બે યુવતીઓ તેમજ એક યુવકને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને બારડોલી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કોમી એકતાનો ઉત્તમ દાખલો: મુસ્લિમ સંસ્થાએ કરાવ્યા હિન્દુ યુવક-યુવતીના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન

રાજકોટ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત

રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી બાયપાસ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત થયું હતું. અકસ્માતમાં બાઈક ચાલક રસિકભાઈ સિંધવ નામના ૫૦ વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી,આગમાં ટ્રક બળીને ખાખ થયો હતો. જો કે, ટ્રક ચાલક નીચે ઉતરી ગયો હોવાથી તેનો બચાવ થયો હતો.

સાબરકાંઠામાં નદીના પુલ પર મિત્રોને નડ્યો અકસ્માત

સાબરકાંઠામાં ઇડર વિજયનગર હાઈવે રોડ પર ગોઝારો અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. કડિયાદરા નદીના પુલ પર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પુલના ડીવાઈડર સાથે અથડાઈ હતી. રજાના દિવસે પોલો ફોરેસ્ટ ફરવા ગયેલ મિત્રોને ઘરે પરત ફરતા અકસ્માત નડયો હતો જેમાં એકનું મોત થયું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. મામલાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતકને પોસ્ટમોટર્મ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.