સુરતમાં સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટના સમૂહ લગ્ન, 15 યુગલોએ પાડ્યા પ્રભુતામાં પગલાં
સુરતમાં સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા

સુરતમાં સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 યુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં. વિવાહ સંસ્કાર સમારોહમાં ભાવિ આચાર્ય લાલજી મહારાજે નવદંપતીઓને આશિર્વાદ આપ્યા હતાં. સાથે જ ગૃહસ્થાશ્રમને ધન્ય બનાવવાની વાત કરતાં કહ્યું કે, આજે દેખાદેખીના સમયમાં સામાન્ય પરિવાર માટે સમૂહ લગ્ન ઉત્તમ છે.
આ પણ વાંચોઃબાળકીને પીંખનાર દુષ્કર્મીને આકરી સજા, બારડોલી સેશન્સ કોર્ટે ફટકારી 35 વર્ષની કેદ
પ્રથમવાર સમૂહ લગ્ન
સુરતમાં પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. કોસમાડા ખાતે આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહલગ્નમાં ભાગ લેનાર દીકરીઓને 136 કરતાં વધુ વસ્તુઓ કરિયાવરમાં દાત્તાઓના સહયોગથી આપવામાં આવી હતી. આ તબક્કે નવદંપતીઓને આશિર્વાદ આપવા માટે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
10 હજાર લોકોએ આપી હાજરી
સમૂહ લગ્નના સુંદર આયોજનમાં સામાજિક જવાબદારીઓ પણ નિભાવવામાં આવી હતી. મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. સાથે જ લગ્ન માટે તથા સભા અને ભોજન માટેની અલાયદી વ્યવસ્થા કરીને હરિભક્તોએ પોતાની સેવા સાથે શિસ્તનો પરિચય આપ્યો હતો. પાર્કિંગથી લઈને તમામ જગ્યાએ કોઈ અગવડ ન પડે તે માટે 450થી વધુ હરિભક્ત સ્વયંસેવકોએ ખડા પગે સેવા આપી હતી.








