બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં સુરતીએ દેખાડ્યો દમ, હિન્દુસ્તાન ચેમ્પિયનશીપમાં વિશ્વના 500 સ્પર્ધકોને આપી મ્હાત
ગુજરાતીઓ માથે વર્ષોથી રહેલા દાળ-ભાતનું મ્હેણાને એક સુરતીએ ભાંગી નાખ્યું છે. નવી દિલ્હ

ગુજરાતીઓ માથે વર્ષોથી રહેલા દાળ-ભાતનું મ્હેણાને એક સુરતીએ ભાંગી નાખ્યું છે. નવી દિલ્હી ખાતે યોડાયેલી બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં દેશ વિદેશના 500 સ્પર્ધકોને મ્હાત આપીને ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી છે. પોતાની આ સિધ્ધિ અંગે રવિ રાંદેરીએ કહ્યું કે, એક જ વર્ષમાં મી.એશિયા, મી. વર્લ્ડ અને મી. ઈન્ડિયા જેવી ત્રણ સ્પર્ધાઓ જીતી છે. જે પોતાની 25 વર્ષના આકરા સંઘર્ષ અને મહેનતનું પરિણામ છે.
દબદબો જાળવ્યો
કોચ રવિ રાંદેરીએ ફરી એક વખત ભારત દેશનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ફિટનેશ ફેડરેશન દ્વારા હિન્દુસ્તાન કપ ડબલ્યુ.એફ.એફ. ક્વોલિફાયર ચેમ્પિયનશિપનું આયોજન કરયું હતું. જે નવી દિલ્હી ખાતે યોજાય હતી. જેમાં સુરતના રવિ રાંદેરીએ પહેલો નંબર હાંસિલ કરીને માત્ર સુરત જ નહીં, પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું છે. યુકે, અફઘાનિસ્તાન સહિત વિશ્વના ૫૦૦થી વધારે સ્પર્ધકો વચ્ચે ભારત સુરતના રવિ રાંદેરીનો દબદબો જોવા મળ્યો હતો.
નેશનલ-ઈન્ટરનેશલ રેકોર્ડ બનાવ્યા
કોચ કુપેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ રવિ રાંદેરીએ કોમ્પિટિશનની ટ્રેનિંગ લીધી હતી. જ્યારે તેમને જય જરીવાલા, કિશન લખડિયા અને નીખીલ પટેલે સપોર્ટ કર્યો હતો. રવિ રાંદેરીએ નેશનલ અને ઇન્ટરનેશન બન્ને ક્ષેત્રમાં રેકોર્ડ કરી વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે ગુજરાતી રવિ રાંદોરીનો દબદબો જોવા મળ્યો છે.








