મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Jambusarની હોસ્પિટલની ઓચિંતી મુલાકાત, MLAએ સુવિધાઓ તપાસ તંત્રમાં ફફડાટ

ભરુચના જંબુસર આમોદ મતવિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા સબ ડિસ્ટ્

ભરુચના જંબુસર આમોદ મતવિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સરપ્રાઈઝ વિઝીટ કરાઈ હતી. આ સરપ્રાઈઝ વિઝીટમાં ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા તમામ વોર્ડ હોસ્પિટલની લેબોરેટરી, ડોક્ટરો, તથા દર્દીઓ સાથે સીધી મુલાકાત કરી હતી. આ મુલાકાતના પગલે હોસ્પિટલના અધિકારીઓ તથા ડોક્ટરોમાં ફફડાટ સર્જાયો હતો. જંબુસર સબસ્ટિક હોસ્પિટલ જે જંબુસર આમોદ અને વાગરા આમ ત્રણ તાલુકાની પ્રજાને આરોગ્યની સેવા પૂરી પાડે છે. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત તથા દવાખાનામાં અમુક સુવિધાના અભાવને ધ્યાને રાખી ઓચિંતી મુલાકાત લીધી દર્દીઓને આપવામાં આવતું ભોજન તથા આરોગ્યની સુવિધા અંગે અધિકારીઓ તથા દર્દીઓની મુલાકાત લીધી અને દર્દીઓ પાસેથી મળતી સુવિધાઓ વિશેની માહિતી મેળવી ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દેવ કિશોર સ્વામી અવારનવાર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લેતા હોય છે. જેને લઈને અધિકારીઓમાં ફાફડાટનો માહોલ સર્જાય છે.

આ સમાચાર શેર કરો