મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષની સરપ્રાઈઝ વિઝિટ, દ્રશ્યો જોઈ અધ્યક્ષ પણ ચોંકી ઉઠ્યા

પંચમહાલ જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા ફરી એક વખત ઓચિંતી તપાસ યોજવામાં આવ

પંચમહાલમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષની સરપ્રાઈઝ વિઝિટ, દ્રશ્યો જોઈ અધ્યક્ષ પણ ચોંકી ઉઠ્યા

પંચમહાલ જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા ફરી એક વખત ઓચિંતી તપાસ યોજવામાં આવી હતી. આ તપાસમાં શિક્ષણ સમિતિના ચેરમેનને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. શિક્ષણ સમિતિના  અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલી ઓચિંટી તપાસ દરમિયાન ગોધરા તાલુકામાં આવેલી કાસુડી પ્રાથમિક શાળામાં બાળકો સફાઈ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : 13 વર્ષીય સગીરનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારનાર શખ્સ ઝડપાયો

ભણવાની ઉંમરે શાળામાં બાળકોના હાથમાં ડસ્ટબિન અને સફાઈ કરતા જોવા મળતા અધ્યક્ષ પણ ચોંકી ઉઠ્યા હતા. શાળાના નિયત સમય પ્રમાણે પ્રાર્થનાસભા પણ ચાલુ ન થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. શાળાની અનિયમિતતાને લઈને સી.આર.સી લેખિત ખુલાસો કરવા અંગેની જાણ કરાઈ હતી.

આ સમાચાર શેર કરો