Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO/ Sayla: New constitution of Thakor community; DJ-firecrackers banned

VIDEO/ સાયલા: ઠાકોર સમાજનું નવું બંધારણ; લગ્નમાં ડીજે-ફટાકડા પર પ્રતિબંધ, નિયમ તોડનારને ₹૫૧,૦૦૦ દંડ

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર (સાયલા): સાયલાના આયા બોર્ડ પાસે આવેલા સામતપર વેલનાથ આશ્રમ ખાતે ચુવાળીયા ઠાકોર સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી જિલ્લાના ૧૫૦થી વધુ ગામોના સામાજિક-રાજકીય આગેવાનો અને સરપંચોની ઉપસ્થિતિમાં સમાજ સુધારણા માટે લગ્ન પ્રસંગનું નવું બંધારણ સર્વાનુમતે ઘડવામાં આવ્યું છે.

વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને લગ્નમાં થતા ખોટા ખર્ચ પર અંકુશ લાવવા ડીજે, ફટાકડા, ઘરેણાં અને વ્યસનો પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ આ નિયમોનો ભંગ કરશે તો તેને સમાજનો દોષિત ગણી ₹૫૧,૦૦૦નો દંડ ફટકારાશે, જે રકમનો ઉપયોગ શિક્ષણ પાછળ કરવામાં આવશે. કાર્યક્રમમાં સાયલા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન નારસંગભાઈ સણોથરા અને સામાજિક આગેવાન જગાભાઈ કાજીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

App Store