VIDEO: થાનગઢના ગુગલિયાળા ગામે ફેક્ટરીમાં દરોડા, ડુપ્લીકેટ રોયલ્ટી પાસનું કૌભાંડ ઝડપાયું
VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગર ડેપ્યુટી કલેકટર હરેશ મકવાણા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ના ગુગલિયાળા ગામે આવેલી કેશવ ઈન્ડસ્ટ્રીયલમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ચેકિંગ દરમિયાન જે રોયલ્ટી પાસ ઈસ્યુ કરવામાં આવતા હતા તેના નમૂનાઓ પણ મેળવવામાં આવ્યા હતા અને તેની તપાસ કરવામાં આવતા આ રોયલ્ટી પાસ ડુપ્લીકેટ હોવાનો ધડાકો થયો હતો. ત્યારે આ અંગે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણા અને મામલતદારની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ઈન્ડસ્ટ્રીમાંથી 774 જેટલા ગેરકાયદેસર રોયલ્ટી પાસ જપ્ત કરવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવતા લીઝધારકનું પાંચ વર્ષ પહેલા મોત નીપજ્યું હતું લીજધારક હસમુખભાઈનું પાંચ વર્ષ પહેલા મોત નીપજ્યું હતું તે છતાં પણ તેમના નામ અને સહી સાથેના રોયલ્ટી પાસ ઈસ્યુ કરવામાં આવતા હતા અને ખનીજ વેચાણ કરવામાં આવતા હોવાનો ધડાકો થયો હતો આ સંદર્ભે દરોડા પાડી અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે તપાસ શરૂ કરવામાં આવતા તપાસમાં ધડાકો થયો હતો કે કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશ જાદવ નામના શખ્સો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હતું.
ત્યારે ફેક્ટરીમાં પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દરોડા પાડ્યા દરમિયાન લોડર મશીન ડમ્પરો પ્લાન્ટ જપ્ત કરવામાં આવ્યો હતો અને કુલ 78 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગેરકાયદેસર કોલસો ખોદવામાં આવી રહ્યો હતો અને તે સપ્લાય માટે રોયલ્ટી પાસનો ઉપયોગ કરવામાં આવતો હતો તે પણ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું. આ સંદર્ભે તપાસ શરૂ કરી અને ખાણ ખનીજના નિયમો અનુસાર ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગેરકાયદેસર કોલસો રોયલ્ટી પાસનો ઉપયોગ કરી અને કાયદેસરનો દેખાડવા અંગેનૂ પણ છેલ્લા પાંચ વર્ષથી કૌભાંડ કરવામાં આવી રહ્યું હતું.અને આ સંદર્ભે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષથી સરકારી તિજોરીને પણ નુકસાન કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ સંદર્ભે વધુ તપાસ ડેપ્યુટી કલેક્ટર શરૂ કરે છે અને જે નુકસાન થયું છે તે વસૂલાત અંગેની કાર્યવાહી પર હાથ ધરવામાં આવી છે.

