Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: 'Poster war' on social media against Raju Karpada in Surendranagar

VIDEO:સુરેન્દ્રનગરમાં રાજુ કરપડા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર 'પોસ્ટર વોર'

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં રાજુ કરપડા સામે ફરી એકવાર સોશિયલ મીડિયા પર 'પોસ્ટર વોર' શરૂ થતા રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયામાં 'રાજુ કરપડા ગાયબ છે' તેવા પોસ્ટર વાયરલ થયા છે, જેમાં તેમને શોધનારને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.આ પોસ્ટરમાં કટાક્ષ કરવામાં આવ્યો છે કે, જે નેતા એક સમયે ખેડૂતોના પ્રશ્નો માટે લડત આપતા હતા, તેઓ ભાજપમાં જોડાયા બાદ સંપૂર્ણપણે મૌન ધારણ કરી બેઠા છે. હાલ કોંઢ ગામના ખેડૂતો વીજ કંપનીની દમનગીરી સામે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ખેડૂત નેતાની છાપ ધરાવતા રાજુ કરપડાની ભૂમિકા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે તેમને યોગ્ય વળતર મળે અને કંપની દમનગીરી બંધ કરે.

App Store
ટોપિક્સ:raju karpadasurendranagargstv