Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Pink winter chill becomes a blessing for smugglers: Locals express strong protest against Patdi police's inaction

VIDEO: શિયાળાની ગુલાબી ઠંડી તસ્કરો માટે બની આશીર્વાદ: પાટડી પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે પાટડી તાલુકામાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. પાટડીના ખારાઘોડા વિસ્તારમાં એકસાથે બે સોસાયટીઓમાં ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં લોકો પાટડી પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી હતી.

App Store

50 જેટલા મકાનોમાં ચોરીની દહેશત
મળતી માહિતી મુજબ, પાટડીની ખોડિયાર નગર (30 મકાન) અને જગદીશ સોસાયટી (20 મકાન) માં તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈ હાથફેરો કર્યો છે. શિયાળાની કડકડતી ઠંડીને કારણે લોકો વહેલા ઊંઘી જતા હોય છે, જેનો સીધો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે. તસ્કરોએ જેસીબીના કાચ તોડવાની સાથે સાથે ઘરોની બહાર રાખેલા ગેસના સિલિન્ડરોની પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો
સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે, વિસ્તારમાં કોઈ ચોકીદાર ન હોવાથી અને પોલીસનું પેટ્રોલિંગ નહિવત હોવાથી તસ્કરો બેફામ બન્યા છે. પોલીસ માત્ર કાગળ પર પેટ્રોલિંગ કરી રહી હોવાના આક્ષેપ સાથે લોકોએ પોલીસ મથકે ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોએ માંગ કરી છે કે, જલદીથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને આ ચોરીના બનાવોમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવે.

ગૅસ સિલિન્ડર ચોરીની નવી મોડસ ઓપરેન્ડી
ચોંકાવનારી બાબત એ છે કે તસ્કરો હવે ઘર બહાર રાખવામાં આવતા રાંધણ ગૅસના બોટલને પણ નિશાન બનાવી રહ્યા છે. આ પ્રકારની ચોરીથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં ચિંતા વધી છે. લોકોએ સ્વબચાવ અને પ્રોપર્ટીની સુરક્ષા માટે પોલીસ પાસે કડક કાર્યવાહીની અપેક્ષા વ્યક્ત કરી છે.