VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાંથી એક્સપ્લોઝિવ સપ્લાય કરવાનું મોટું નેટવર્ક ઝડપાયું
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં લાઇસન્સની આડમાં ખનીજ માફિયાઓને એક્સપ્લોઝિવ સપ્લાય કરવાનું મોટું નેટવર્ક ઝડપાયું છે.સાયલાના સુદામડા ગામ પાસે આવેલી ગેરકાયદે ખાણોમાં પોલીસે દરોડા પાડતા ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન મેરુ લખતુકા નામનો શખ્સ ‘ખોડીયાર એજન્સી’ના નામે મળેલા એક્સપ્લોઝિવ લાઇસન્સનો દુરુપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે.
પથ્થરની ચોરી કરવામાં આવતી
મળતા અહેવાલ પ્રમાણે ખોડીયાર એજન્સી પર આરોપ છે કે બંધ ક્વોરીના નામે બિલ બનાવી ગેરકાયદે ખાણોમાં એક્સપ્લોઝિવ બ્લાસ્ટિંગ કરવામાં આવતું હતું અને પથ્થરની ચોરી કરવામાં આવતી હતી.સાયલા પોલીસે કાર્યવાહી દરમિયાન 185 પેટી એક્સપ્લોઝિવ, કેપ તેમજ એક્સપ્લોઝિવ સપ્લાય માટે વપરાતા ત્રણ વાહનો સહિત કુલ 16 લાખ 70 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

