VIDEO: સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણ પર રેડ, ચરખી, 6 ટ્રેકટર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : GSTV
VIDEO: ગેરકાયદે ખાણ ખનીજના હબ ગણાતા સુરેન્દ્રનગરમાં ફરી મોટાપાયે ચાલતા કાર્બોસેલના કૂવા ઝડપાયા છે. આ વખતે સાયલા તાલુકાના ચોરવીરા ગામના વિસ્તારમાં ધમધમતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડયા હતા. આ દરમ્યાન કાર્બોસેલની ખાણ પરથી 9 કૂવા, 6 ટ્રેકટર, જનરેટર, ચરખની સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણ પરથી જપ્ત કરેલો તમામ મુદ્દામાલ સુરેન્દ્રનગર ખાણ ખનીજ ઓફિસે લઈ જવામાં આવ્યો હતો. ખાણ અંદર કેટલું ખોદકામ થયું છે. કાર્બોસેલની કામગીરી ચાલુ હાલતમાં હતી ત્યારે ખનીજ વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા. ખાણ અંદરથી મજૂરી કરતા મજૂરને ખનીજ વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

