VIDEO: ખેડૂત નેતા રાજુ કરપડા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે, 100થી વધુ ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર જવા રવાના
સોર્સ : GSTV
લાંબા સમયની અટકળોનો અંત આવ્યો છે અને ખેડૂત નેતા રાજુ કરપડા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. તેઓ સુરેન્દ્રનગરથી 100થી વધુ ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર જવા રવાના થયા છે.મુખ્યમંત્રી અને પ્રદેશ નેતાઓની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરશે. માનવામાં આવે છે કે રાજુ કરપડા ભાજપની ટિકિટ પર જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે, જેના કારણે જ ભાજપે આ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ કર્યો હતો.

