Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Video/ Aam Aadmi Party's grand show of strength in Raju Karpada's stronghold

Video/ મૂળીમાં 'આપ'નો હુંકાર: રાજુ કરપડાના ગઢમાં જ આમ આદમી પાર્ટીનું ભવ્ય શક્તિ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 05 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકામાં રાજકીય ગરમાવો વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુ કરપડાના ગઢ તરીકે ઓળખાતા વિસ્તારમાં જ આપના નેતાઓ અને કાર્યકરોએ સભા યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું.

App Store

રાજુ કરપડાના રાજીનામા બાદ હવે મુળી તાલુકામાં પક્ષની સ્થિતિ નબળી પડી હોવાના અંદાજો વચ્ચે આપના સ્થાનિક નેતાઓએ હુંકાર ભર્યો હતો કે રાજુ કરપડા પક્ષમાં ન હોવા છતાં આવનારી ચૂંટણીઓ વટથી લડવામાં આવશે. કાર્યકરોએ સ્પષ્ટ કર્યું હતું કે મુળી તાલુકાની 18 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત સીટ પર આપના ઉમેદવારો ચૂંટણી લડશે.

સભામાં કાર્યકરોએ જણાવ્યું હતું કે રાજુ કરપડાના રાજીનામાથી પક્ષને કોઈ ખાસ અસર પડી નથી અને પક્ષ મુળી તાલુકામાં આજે પણ મજબૂત રીતે જીવિત છે. એક સમયે સાથે રાજકારણ કરનાર નેતાઓ હવે સામે આવી રાજકીય મુકાબલો કરવા તૈયાર હોવાનું પણ જણાવાયું હતું.

આ પ્રસંગે સ્થાનિક કાર્યકરો રાજુ કરપડા સામે રાજકીય શક્તિ પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા. સભા બાદ રાજકીય ચક્રો ફરી તેજ બન્યા છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં મુળી તાલુકામાં રાજકીય સ્પર્ધા વધુ તીવ્ર બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.