Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Terror of smugglers in Limbdi! Gold and silver ornaments and cash stolen from 2 houses, questions raised against police patrolling

Surendranagar news: લીંબડીમાં તસ્કરોનો આતંક! 2 મકાનોમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડની ચોરી, પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો

Timeછેલ્લું અપડેટ : 15 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: લીંબડીમાં તસ્કરોનો આતંક! 2 મકાનોમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડની ચોરી, પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો
સોર્સ : GSTV

Surendranagar news: ઝાલવાડ પંથકમાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં તસ્કરોએ આતંક મચાવતા બે રહેણાંક મકાનોને નિશાન બનાવ્યા છે. જૂની સોસાયટી વિસ્તારમાં તસ્કરોએ ત્રાટકીને બે બંધ મકાનોના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલ રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના સહિત અંદાજે ૫ લાખ રૂપિયાથી વધુની ચોરી કરી નાસી છૂટ્યા છે.

App Store

ચકચાર અને પોલીસ તપાસ
ઘટનાની જાણ થતા જ સોસાયટીના રહીશો અને મકાન માલિકો ચોંકી ઉઠ્યા હતા. સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં લાખોની કિંમતનો મુદ્દામાલ ચોરાયો હોવાનું અનુમાન છે. પોલીસે એફએસએલ (FSL) અને ડોગ સ્ક્વોડની મદદ તેમજ આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે લીંબડીના શાંત રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.