Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Terrible accident between truck and rickshaw near Malvan intersection in Surendranagar

સુરેન્દ્રનગરની માલવણ ચોકડી પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયનાક અકસ્માત, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2025
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગરની માલવણ ચોકડી પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયનાક અકસ્માત, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે  માલવણ ચોકડી પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે  ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડાયા છે. આઇસરના ચાલકે સાઈડ લાઈટ બતાવ્યા વગર એકાએક વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો.

App Store

ટ્રક ચાલકે અચાનક ટર્ન લેતા સર્જાયો અકસ્માત

મોરબીના વાંકાનેરનો પરિવાર માટેલથી અમદાવાદ જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. માલવણ ચોકડી પાસે પહોંચતા ધ્રાંગધ્રા તરફથી પુરઝડપે આવતી આઇસરના ચાલકે (ટ્રક ચાલક)  અચાનક સુરેન્દ્રનગર તરફ જવાના રસ્તે અચાનક ટર્ન મારતા રિક્ષા સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી.પોલીસે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ દુર્ઘટના મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.