Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagr news: Major changes in the collector's office after the NA scam

Surendranagr news: NA કૌભાંડ બાદ કલેક્ટર કચેરીમાં મોટા ફેરફાર, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagr news:  NA કૌભાંડ બાદ કલેક્ટર કચેરીમાં મોટા ફેરફાર, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ થતા કલેક્ટર કચેરીમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. વર્ષોથી કલેક્ટરના PA તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ ઝાલાની તાત્કાલિક અસરથી મૂળી ખાતે બદલી કરી દેવામાં આવી છે. તેમની સાથે જ કારકુન મયુરસિંહ ગોહિલને પણ ધ્રાંગધ્રા ખસેડાયા છે.

App Store

નવા PAની નિમણૂક કરવાની તજવીજ હાથ ધરાઈ

નવા ઇન્ચાર્જ કલેક્ટર કે.એસ. યાજ્ઞિક માટે હવે નવા PAની નિમણૂક કરવાની તજવીજ હાથ ધરાઈ છે.બીજી તરફ, આ કૌભાંડમાં હવે ED નો પ્રવેશ થતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચિટનિસ મયુર દવે અને અધિક કલેક્ટર આર.કે. ઓજા પર ધરપકડની તલવાર લટકી રહી છે. ચર્ચા છે કે મયુર દવેએ પોતાની અપ્રમાણસર સંપત્તિ સગેવગે કરવાની પેરવી પણ શરૂ કરી દીધી છે.