Surendranagar news: ખેલ મહાકુંભમાં ચાલુ સ્પર્ધાએ હાર્ટ એટેકથી SRP જવાનનું મોત

સોર્સ : gstv
રાજ્યના સુરેન્દ્રનગરમાઁથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડમાં ખેલ મહાકુંભમાં ચાલુ રમતે હાર્ટ એટેકથી એસ.આર.પી. જવાનનું મોત થયું છે. ખેલ મહાકુંભ અંતર્ગત લોંગ ટેનિસની રમત ચાલી રહી હતી..આ દરમિયાન SRP જવાનને હાર્ટ એટેક આવ્યો હતો.
SRP જવાનને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ તેમનું મોત થયું હતુ
SRP જવાનને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ તેમનું મોત થયું હતુ.રાઘવદાસ વૈષ્ણવ નામના SRP જવાન ગાંધીનગરમાં ફરજ બજાવતા હતા.. SRP જવાને સુરેન્દ્રનગરમાં આયોજીત ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો, અને લોંગ ટેનિસની રમત દરમિયાન જ અચાનક મોત નિપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે SRP જવાનના અકાળે મોત બાદ પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે,

