Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar news: Bogus doctor caught from Jasapara, Sayla,

Surendranagar news: સાયલાના જસાપરામાંથી ઝડપાયો બોગસ ડોક્ટર, યુટ્યુબ વીડિયો જોઈને આપતો હતો લોકોને ઈન્જેક્શન

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: સાયલાના જસાપરામાંથી ઝડપાયો બોગસ ડોક્ટર, યુટ્યુબ વીડિયો જોઈને આપતો હતો લોકોને ઈન્જેક્શન
સોર્સ : gstv

ગુજરાતમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના જુના જસાપર ગામમાં ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટર રાહુલ દેવરાજ પઢેરીયાને સાયલા પોલીસે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે રાહુલની ક્લિનિક પર દરોડો પાડી તેની ધરપકડ કરી. તપાસમાં જાણવા મળ્યું કે, રાહુલ કોઈપણ તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ વગર લોકોની સારવાર અને તપાસ કરીને જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.

App Store

યુટ્યુબ વીડિયો જોઈને ઇન્જેક્શન આપવાનું અને બાટલીઓ

તેણે યુટ્યુબ વીડિયો જોઈને ઇન્જેક્શન આપવાનું અને બાટલીઓ ચડાવવાનું શીખ્યું હતું, જ્યારે દવાઓ આપવાનો અનુભવ તેણે મેડિકલ સ્ટોરમાંથી મેળવ્યો હતો. પોલીસે તેની ક્લિનિકમાંથી 2,500 રૂપિયા રોકડા સહિત 2.29 લાખ રૂપિયાની કિંમતનો દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. રાહુલ સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ-30 હેઠળ ગુનો નોંધી સાયલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..