Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Rogue elements dig up recently repaired road on Limbdi-Kuda highway

Surendranagar: લીંબડી-કુડા હાઇવે પર આવારા તત્વોએ તાજેતરમાં રિપેરિંગ કરાયેલો રસ્તો ખોદી નાખ્યો, પાણીની પાઇપલાઇન તૂટતા શખ્સો ફરાર

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-કુડા હાઇવે પર તાજેતરમાં જ રિપેરિંગ કરવામાં આવેલા માર્ગ પર આવારા તત્વોએ મધ્યરાત્રિએ ગેરકાયદેસર ખોદકામ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડતા ભારે ચકચાર મચી ગઈ છે. પોતાના અંગત સ્વાર્થ માટે હાઇવે ખોદવા ગયેલા તત્વોએ મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયુ હતું.

App Store

મળતી માહિતી મુજબ, લીંબડી-કુડા હાઇવે પર આવેલ મિલન સિનેમા નજીક રાત્રિના સમયે કેટલાક અજાણ્યા તત્વોએ ગેરકાયદેસર ખોદકામ શરૂ કર્યું હતું. નવા બનેલા રોડને ખોદતી વખતે જમીનમાં રહેલી મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી. પાઇપલાઇન તૂટતા જ પાણીનો પ્રવાહ ફૂટી નીકળ્યો હતો, જેનાથી ગભરાયેલા આવારા તત્વો ખોદેલા ખાડાનું પુરાણ કર્યા વગર જ ત્યાંથી નાસી છૂટ્યા હતા.હાઇવે પર વચ્ચે જ ખોદકામ કરી દેવાતા ત્યાંથી પસાર થતા વહાન ચાલકો પણ પરેશાન બન્યા છે.  તાજેતરમાં જ કરોડોના ખર્ચે રીપેર થયેલા હાઇવે પર રાત્રિના સમયે આવું મોટું ખોદકામ થાય અને તંત્રને તેની જાણ પણ ન હોય તે બાબતે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.