Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Red alert as mercury reaches 43 degrees

VIDEO: Surendranagarમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચતા રેડ એલર્ટ, સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરાયો

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 43 ડિગ્રીની નજીક પહોંચી જતાં શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. વધતા જતા તાપમાનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

App Store

ભીષણ ગરમીને જોતા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાની તમામ સરકારી કચેરીઓના કામકાજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બપોરના સમયે કચેરીઓમાં કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અંગ દઝાડતી ગરમીને જોતા મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, અને શહેરના વ્યસ્ત વિસ્તારોમાં એનજીઓ (NGO) ના સહયોગથી પીવાના પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. તેમજ રાહદારીઓને ગરમીમાં રાહત મળે તે માટે ઠંડા પીણાના વિતરણની કવાયત પણ તેજ કરવામાં આવી છે. ધાબા ઉપર પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાની વ્યવસ્થા કરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. ગરમીથી બચવા માટે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર વારંવાર અપીલ કરી રહ્યું છે, સાથે જ લુ લાગે તો તાત્કાલિક સારવાર લેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.