Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Rain relief in Surendranagar, happiness among farmers

VIDEO: સુરેન્દ્રનગરમાં વરસાદી રાહત, ખેડૂતોમાં ખુશી

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ લખતરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે મુળી, ચોટીલા અને સાયલા તાલુકામાં પણ સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. અખાત્રીજના દિવસે કરાયેલા વાવેતરને આ વરસાદથી જીવનદાન મળ્યું છે, જેના કારણે ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ઉનાળાની ગરમીથી આંશિક રાહત મળી છે.  

App Store