VIDEO: સુરેન્દ્રનગરમાં ગેસ સિલિન્ડરની અછત સામે વિરોધ, 'આપ'ના 100થી વધુ કાર્યકરોની અટકાયત
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરમાં ગેસ સિલિન્ડરની અછત અને કાળાબજારીના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું છે. આ વિરોધ દરમિયાન રસ્તા ચક્કાજામ કરવાના પ્રયત્નો કરાતા આપના 100થી વધુ નેતા-કાર્યકરોની અટકાયત કરાઈ છે. 'આપ' નેતાઓએ સ્મૃતિ ઈરાનીના ફોટા સાથે રસ્તા પર ઉતરી ચક્કાજામના પ્રયાસો કર્યા હતા. એક સમયે ગેસ સિલિન્ડરની કિંમતનો વિરોધ નોંધાવી રહેલા સ્મૃતિ ઈરાની પર આકરા પ્રહારો કરી આપે વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ વણસતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જનતાના રોષ વચ્ચે વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે સામાન્ય માણસને રાંધણ ગેસ માટે વલખાં મારવા પડી રહ્યા છે જ્યારે તંત્ર માત્ર કાગળ પર વાતો કરી રહ્યું છે.

