Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Pre-monsoon operation poll opens in Surendranagar: Outrage among people as vehicles sit on ground in Chairman's ward

VIDEO: સુરેન્દ્રનગરમાં પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી: ચેરમેનના વોર્ડમાં જ વાહનો જમીનમાં બેસી જતા લોકોમાં આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર શહેરમાં પ્રિ-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર સીમિત હોવાનું સામે આવ્યું છે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પોતાના વોર્ડમાં જ રોડ બેસી જવાની ઘટનાએ તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. પીવાના પાણીની પાઈપલાઈન નાખ્યા બાદ રસ્તાનું વ્યવસ્થિત સમારકામ કરવાને બદલે માત્ર ઉપરથી પુરાણ કરી કામ આટોપી લેતા, વરસાદ પડતા જ રોડ બેસી ગયો હતો અને પાર્ક કરેલા વાહનો તેમાં ખૂંચી ગયા હતા. આટલું જ નહીં, વોર્ડમાં વીજતાર પણ ખુલ્લી હાલતમાં હોવાથી જોખમ વધ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નેતાઓ માત્ર ફોટો સેશન કરાવવા આવે છે, પરંતુ જ્યારે જનતાને જરૂર હોય ત્યારે ફોન પણ ઉપાડતા નથી. તંત્રની આ બેદરકારી સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store