Surendranagar news: બાકી વેરા મુદ્દે 473 સરકારી કચેરીઓને નોટિસ, જો ટેક્સ નહિ ભરાય તો બિલ્ડિંગ થશે સીલ

સોર્સ : GSTV
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ટેક્સ વસુલાત મુદ્દે આકરા પાણીએ છે. બાકી કર મુદ્દે 473 સરકારી કચેરીઓને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રથમ વખત સરકારી કચેરીઓ સામે કાર્યવાહી કરાશે.
સરકારી કચેરીઓનો 44 કરોડનો ટેક્સ બાકી
સુરેન્દ્રનગરમાં બાકી કર મુદ્દે 473 સરકારી કચેરીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ સરકારી કચેરીનો 44 કરોડનો ટેક્સ બાકી છે. સરકારી શાળાઓ, RMB વિભાગ, કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીઓને નોટિસો ફટકારી મનપા દ્વારા બાકી વેરા ભરવા સૂચન કરાયું છે. જો ટેક્સ નહિ ભરે તો સરકારી કચેરીઓની બિલ્ડીંગ સીલ કરવા અંગેની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે.

