Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : LCB PI J.J Jadeja suspended for dereliction of duty, Range IG takes strict action

Surendranagar: ફરજમાં બેદરકારી દાખવવા બદલ LCB PI જે.જે જાડેજા સસ્પેન્ડ, રેન્જ આઈજીએ લીધા કડક પગલાં

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar: ફરજમાં બેદરકારી દાખવવા બદલ LCB PI જે.જે જાડેજા સસ્પેન્ડ, રેન્જ આઈજીએ લીધા કડક પગલાં
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે ત્યારે આજે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઇ જે.જે જાડેજા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

App Store

 સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા

સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગણતરીના દિવસોમાં ત્રણ સ્થળોએ રેડ કરી હતી, જેમાં નાની મોલડી ન્યુ નાગરાજ હોટલ પાછળ 2.13 કરોડ રૂપિયાનો મોટાભાઈ જપ્ત કર્યો હતો, આ ઉપરાંત ઝાંખણ ગામની સીમમાં ભગીરથસિંહ નામના શખ્સના ખેતરમાંથી 63.57 લાખનો દારૂ સાથેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તથા ચોટીલા બળદેવ હોટલના પાર્કિંગમાંથી 87.65 લાખ રૂપિયા વિદેશી દારૂ સાથેના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું હતું. આ તમામ રેડ સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક પોલીસની કામગીરી સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સામે પણ સવાલ ઊભા થયા હતા.

અંતે આજે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ જે.જે જાડેજા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં ટૂંક સમયમાં ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ટૂંક સમયમાં સુરેન્દ્રનગર LCBના સ્ટાફમાં ધરખમ ફેરફારના એંધાણ

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફમાં ટૂંક સમયમાં ધરખમ ફેરફાર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.જે જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે ટૂંક સમયમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓના સ્ટાફમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ સતત દરોડા પાડી રહી છે, સુરેન્દ્રનગર એસપી પણ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.