Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : IOC slams gas agency for irregularities; Consumers angry over managers' arbitrariness

VIDEO: Surendranagar / ગેસ એજન્સીની ગેરરીતિઓ પર IOCની તવાઈ; સંચાલકોની મનમાની સામે ગ્રાહકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

GSTVના અહેવાલની ધારદાર અસર બાદ સાયલાની ગૌતમ દીપ ગેસ એજન્સીમાં IOCના એરિયા મેનેજર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સાયલાની ગૌતમ દીપ ગેસ એજન્સી સામે ગ્રાહકોની ઉગ્ર ફરિયાદો બાદ તંત્ર સફાળું જાગ્યું છે. સાયલા મામલતદાર અને પુરવઠા વિભાગની ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ના એરિયા મેનેજરે રૂબરૂ આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

App Store

12,000 થી વધુ ગ્રાહકો ધરાવતી ગૌતમ દીપ ગેસ એજન્સીમાં લાંબી કતારો વચ્ચે સંચાલકોની મનમાની, ઉડાઉ જવાબ અને વધુ નાણાં ઉઘરાવવાની ફરિયાદો ઉઠી હતી. તપાસ દરમિયાન પણ એજન્સી પર ગ્રાહકોની કલાકો લાંબી લાઈનો જોવા મળી હતી. IOC ના એરિયા મેનેજરે સ્થળ પર જ ગ્રાહકોને બોલાવી તેમની સમસ્યાઓ સાંભળી હતી. ઉપરાંત તપાસ દરમિયાન છેલ્લા આઠ દિવસનું સ્ટોક રજીસ્ટર અધૂરું અને ફાયર સેફ્ટીના સાધનોમાં પણ ગંભીર ક્ષતિઓ જણાઈ આવી હતી, જોકે સત્તાવાર વિગતો આપવાનું અધિકારીઓએ ટાળ્યું હતું.