Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Illegal sand washing plants are operating in Samdhiyala

VIDEO: Surendranagarમાં ખનિજ માફિયાઓ બેફામ, સમઢીયાળામાં ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે રેતીના વોશ પ્લાન્ટ

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરમાં ફરી એકવાર ખનિજ માફિયાઓએ માથું ઊંચક્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે ગેરકાયદેસર રીતે રેતીના વોશપ્લાન્ટ ઉભા કરી દેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. નવાઈની વાત તો એ છે કે, આટલી મોટી ગેરકાયદે પ્રવૃત્તિ છતાં ખાણ-ખનિજ વિભાગ અને સ્થાનિક તંત્રના પેટનું પાણી હલતું નથી. 

App Store

ચુડાના સમઢીયાળા નજીક ખનિજ માફિયાઓ દ્વારા કોઈ પણ જાતની મંજૂરી વગર વિશાળ વોશપ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે આ વોશપ્લાન્ટમાં પ્રોસેસ કરી ડમ્પરો મારફતે રેતી સપ્લાય કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લો ખનિજ ચોરી માટે અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે, ત્યારે સમઢીયાળામાં આ રીતે ધમધમતા ગેરકાયદે પ્લાન્ટ્સ સામે ક્યારે કાર્યવાહી કરશે તે એક મોટો સવાલ છે.