VIDEO:સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ કાંડ: યુવકને રૂમમાં બોલાવી વીડિયો બનાવી રૂ.31 હજાર પડાવ્યા,
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરજીલ્લામાં હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના બની છે. લખતર તાલુકાના ધણાદ ગામન યુવકને સુરેન્દ્રનગર બોલાવીને ટી.બી. હોસ્પિટલ નજીકના એક રૂમમાં લઈ જવાયો હતો. ત્યાં ૭ યુવકોએ તેની સાથે અશ્લીલ કૃત્ય કરીને વીડિયો બનાવ્યો અને તેની પાસેથી 31 હજાર રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે શક્તિ બાજીપરા, સોહિલ, રાહુલ, સમીર ડોડીયા, ભાર્ગવ પરમારસહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર ગેંગ અગાઉ પણ આવી હનીટ્રેપ કૌભાંડમાં સંડોવાયેલ હોવાનો પોલીસને ખુલાસો થયો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

