Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Dumper driver loses control, hits 5 vehicles

Surendranagarમાં ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા 5 વાહનોને લીધા અડફેટે, સ્કુલવાનમાં બેસેલા 5 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagarમાં ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા 5 વાહનોને લીધા અડફેટે, સ્કુલવાનમાં બેસેલા 5 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV

Surendranagar News: ગુજરાતમાં જાણે અકસ્માતની હારમાળ સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં સુરેન્દ્રનગરમાંથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે સુરેન્દ્રનગરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. વઢવાણમાં ડમ્પર ચાલકોએ અકસ્માતની વણઝાર સર્જી છે.

App Store

સુરેન્દ્રનગર જિલ્લામાં સુકોઠારીયા રોડ પર વિદ્યાર્થીઓ ભરેલી વાનનો અકસ્માત સર્જાયો હતો. જેમાં 5થી વધુ વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. વઢવાણ શિયાણીપોળ નજીક ડમ્પર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. જેમાં ડમ્પરે 5 વાહનોને અડફેટે લીધા હતા. લોકોના જીવ જોખમમાં મુક્તા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી ક્યારે તેવા સવાલ લોકમાનસમાં ઉઠી રહ્યા છે. ભયાનક અકસ્માત સર્જાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર મામલે પોલીસ પણ મુકપ્રેક્ષક બની હોવાનું જાણવા મળ્યું છે.