ગુજરાતમાં બે માર્ગ અકસ્માતમાં 3ના મોત 4 લોકો ઈજાગ્રસ્ત, લીંબડી હાઈવે પર ટ્રકે યાત્રાળુઓને મારી ટક્કર

ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. આજે બે અલગ અલગ અકસ્માતની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક અકસ્માત હિંમતનગર-ઈડર હાઈવે પર અને બીજો અકસ્માત લીંબડી હાઈવે પર સર્જાયો હતો.
3ના મોત અને 5 વ્યક્તિ ઘાયલ થયા
આ બન્ને દુર્ઘટનામાં 3ના મોત અને 5 વ્યક્તિ ઘાયલ થયા હતા. મળતા અહેવાલ પ્રમાણે હિંમતનગર - ઇડર હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બસ, કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઈડરથી આવતી બસે કાર અને બાઈકને ટક્કર મારી હતી. દુર્ઘટના બાદ થોડાક સમય માટે ચક્કાજામ સર્જાયો હતો.
બીજો અકસ્માત સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર થયો
મહિલા ગીતાબેન રાઠોડનું મોત
રાજવીર રાઠોડ અને યુવરાજ રાઠોડ ઈજાગ્રસ્ત
સાયલા લીંબડી હાઈવે પર થયો હતો. જેમાં ટ્રક ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું અને બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતા અહેવાલ પ્રમાણે મહિલા અને તેના બન્ને પુત્રો ચાલતા હડાળા (ભાલ)થી ચોટીલા ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે ટ્રકે ટક્કર મારી હતી.

