Surendranagar news: વઢવાણ-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારનાં 7 સભ્યોનાં મોત

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કોઠારિયા નજીક આજે રવિવારે 17 ઓગસ્ટે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જ્યાં બે કાર વચ્ચે ધડાકા સાથે ટક્કર થઈ હતી. જેમાં કાર કડુ ગામથી સુરેન્દ્રનગર કારથી આવતા એક જ પરિવારનાં 7થી વધુ લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા. અકસ્માત અંગેની જાણ થતા સ્થાનિકો, પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જે બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો જેમાં કારમાં સવાર મૃતદેહો બળીને ભડથું થયા હતા.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં આજે રવિવાર ગોઝારો સાબિત થયો હતો. જેમાં વઢવાણ-અમદાવાદ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને લીધે કારમાં સવાર લોકોનાં મોત થયા હતા. જાણવા મળ્યા મુજબ એક જ પરિવારનાં 7 સભ્યો આ ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટયા છે. પોલીસ, 108 અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, કડું ગામથી પરિવાર સુરેન્દ્રનગર આવી રહ્યા હતા તે દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અંગેની જાણ થતા સ્થાનિકો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. જે બાદ પોલીસ, ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ 108ની ટીમ સાથે સંકલન સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકોની યાદી
- કૈલાશબા જગદીશસિંહ જામસિંહ ચુડાસમા (ઉં.વ. 60, રહે. ભાવનગર)
- પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. 35, રહે. ભાવનગર)
- રીદ્ધિબા પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. 32, રહે. ભાવનગર)
- દિવ્યશ્રીબા પ્રતિપાલસિંહ ચુડાસમા (ઉં. 10 મહિના, રહે. ભાવનગર)
- નીતાબા ભગીરથસિંહ જાડેજા (ઉં.વ. 58, રહે. જામનગર)
- રાજેશ્વરીબા નરેન્દ્રસિંહ સતુભા રાણા (ઉં.વ. 52, રહે. લખતર)
- મીનાબા વિરેન્દ્રસિંદ સતુભા રાણા (ઉં.વ. 49, રહે. લખતર)
- દિવ્યાબા હરદેવસિંહ જાડેજા (ઉ.વ. 35, રહે. ગાંધીધામ-કચ્છ)

