Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: Woman from Lunawa village dies after stone surgery at Shakti Multispecialty Hospital in Siddhpur, family alleges negligence

VIDEO: સિદ્ધપુરની શક્તિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લુણવા ગામની મહિલાનું પથરીના ઓપરેશન બાદ મોત, પરિવારનો બેદરકારીનો આરોપ

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરની શક્તિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખેરાલુ તાલુકાના લુણવા ગામની 49 વર્ષીય મહિલાનું પથરીના ઓપરેશન કરાવ્યા બાદ એકાએક દુખાવો ઉપડતા મહિલાનું અચાનક મોત થતા પરિવારજનોએ શક્તિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ડૉકટર સામે બેદરકારી અને તપાસની માંગ કરી છે. પોલીસે આ મુદ્દે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

App Store

મળતી વિગતો અનુસાર, સિદ્ધપુર શહેરમાં આવેલી જાણીતી શક્તિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લુણવા ગામની 49 વર્ષીય પરિણીત મહિલાને પથરીનો દુખાવો ઉપડતા પરિવારજનો હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં તેમને વિશ્વાસમાં લઈ પીએમજેવાય કાર્ડ પર પથરીનું ઓપરેશન કરી દેવામાં આવશે તેવું જણાવી મહિલાને દાખલ કરવામાં આવી હતી. જે બાદ મહિલાને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે એવું કહેવાયું. ડૉકટર અને નર્સિંગ સ્ટાફે મહિલાનું પથરીનું ઓપરેશન કરી દીધું બાદમાં રજા આપવાના સમયે મહિલાને અચાનક ચક્કર આવ્યા અને દુખાવો ઉપડતા તેઓને તાત્કાલિક આઈસીયુમાં ખસેડયા જ્યાં તેમને અડધો કલાક ઈન્જેક્શનના ભારે ડોઝ આપ્યા પરંતુ મહિલાનું મોત થયું પરિવારજનોને આ અંગેની જાણ કરી હતી. ત્યારે પરિવારે ડૉકટર અને નર્સિંગ સ્ટાફનો સંપર્ક સાધ્યો પરંતુ એવું કહેવામાં આવ્યું કે ડૉકટર માત્ર ઓપરેશ માટે આવતા હોય છે.

મૃતક મહિલાના પરિવારજનોએ હોસ્પિટલના તબીબ અને નર્સિંગ સ્ટાફ પર આરોપ મૂકયો હતો. ત્યારબાદ પોલીસને આ અંગેની જાણ કરી હતી. જેથી પોલીસે બધી વિગતો લીધા બાદ અકસ્માતે મોત થયાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર અને તબીબ સામે બેદરકારીને લીધે મોત થયાનું અને ન્યાયની માંગણી કરી હતી