મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી 10થી વધુ હોસ્પિટલોમાં થશે તપાસ, આ છે કારણ

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ પછી રાજ્યભરમાં તેના પડઘા

સુરેન્દ્રનગર: PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી 10થી વધુ હોસ્પિટલોમાં થશે તપાસ, આ છે કારણ

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ પછી રાજ્યભરમાં તેના પડઘા પડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લાની PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી 10થી વધુ હોસ્પિટલો શંકાના દાયરામાં આવી ગઈ છે.

આ પણ વાંચો: ખાનગી હોસ્પિટલોનો 'મોતનો' ખેલ! સરકારથી લાખો રૂપિયા સેરવી લેવાના અને નફો અડધો અડધ

જિલ્લાની 10 હોસ્પિટલમાં ટૂંક જ સમયમાં ચેકિંગ હાથ ધરાશે

જિલ્લાની 10 હોસ્પિટલમાં ટૂંક જ સમયમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. દર્દીના ઓપરેશન અને બિલની અને ડેટા એન્ટ્રી સહિતની વસ્તુની ચકાસણી હાથ ધરવામાં આવશે.

 સારવાર અંગેની પણ આરોગ્ય વિભાગ માહિતી મેળવશે

 દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગેની પણ આરોગ્ય વિભાગ માહિતી મેળવશે, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ PMJAY યોજનામાં હોસ્પિટલો દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોવાની શંકા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો