મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર/ નશાની હાલતમાં પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો, માથાના ભાગે 4 ટાંકા આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળતી જઈ રહી છે. બુટલેગરો ખુલ્લેઆ

સુરેન્દ્રનગર/ નશાની હાલતમાં પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો, માથાના ભાગે 4 ટાંકા આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળતી જઈ રહી છે.  બુટલેગરો ખુલ્લેઆમ સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી દારૂની ઠેકઠેકાણે હાટડીઓ ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં રહેતી મહિલા ઉપર તેના પતિ દ્વારા જ નશાની હાલતમાં હુમલો કરવામાં આવ્યો છે. આમ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા મહિલા સુરક્ષા અને દારૂબંધીના દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ આ દાવાઓની વાત માત્ર  કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ VIDEO: રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કૌભાંડ મામલે મોટો ખુલાસો, ભોગ બનનારે બતાવી આપવીતિ

સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર વિસ્તારમાં દારૂ પીને આવેલા પતિ સાથે બોલાચાલી થયા બાદ પતિએ પત્ની ઉપર જ જીવલેણ હુમલો કરતા પત્નીના કપાળના ભાગે છરી વાગતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કપાળના ભાગે ચાર જેટલા ટાંકા આવ્યા છે. જોકે આ પ્રકારનો કારસો રચ્યા બાદ પતિ ફરાર છે. તેની શોધખોળ જોરાવરનગર પોલીસે હાથ ધરી છે.

જણાવી દઈએ કે, ભોગ બનનાર મહિલાએ થોડા સમય પહેલા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગને રતનપર વિસ્તારમાં દારૂ વેચાણ બંધ કરવા અંગે રજૂઆત કરી હતી. છતાં દારૂનું વેચાણ થતું હોવાથી તેનો પતિ દારૂનું સેવન કરતા આ પ્રકારની ઘટના બની છે. 

ભોગ બનનાર મહિલા દ્વારા થોડા સમય પહેલા જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓને રતનપર ખાણ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની અને આ વેચાણ બંધ કરાવવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ રજૂઆત તેની ધ્યાને લેવામાં ન આવી હતી. 

મહિલાનો પતિ રોજ દારૂ પી અને ઘરમાં આવી પત્ની સાથે બબાલ કરતો હતો અને તેના બે બાળકોને પણ માર મારતો હતો. આ અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી અને દારૂનું વેચાણ બંધ કરાવવાની માંગણી કરવામાં આવી હતી તેમ છતાં પણ પોલીસ વિભાગ દ્વારા આમ દારૂ વેચાણ બંધ કરવામાં ન આવતા હાલમાં નસાની હાલતમાં પતિએ તેની પત્ની ઉપર હુમલો કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા નસેડી પતિને પકડવા શોધખોળ હાથ ધરી છે. પરંતુ મોટો સવાલ એ છે કે દારૂ પીવા વાળા ઝડપાય છે પરંતુ વેચવાવાળા પોલીસની નજરમાં આવી રહ્યા નથી એ પણ એક હકિકત છે.

આ સમાચાર શેર કરો