સુરેન્દ્રનગર:E- KYC નહીં હોય તો સસ્તું અનાજ નહીં મળે, તંત્રના તઘલખી નિર્ણયથી લોકોમાં ભારે રોષ
રાજ્યના સુરેન્દ્રનગર વહીવટી તંત્રએ KYCને લઈ કર્યો મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી જેન

રાજ્યના સુરેન્દ્રનગર વહીવટી તંત્રએ KYCને લઈ કર્યો મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી જેને પણ KYC નહિ કરાવ્યું હોય તેમને સસ્તા અનાજની દુકાનો પર ગ્રાહકોને અનાજ નહિ મળે. આ અંગે સસ્તા અનાજના દુકાનદારોને પણ સૂચના આપી દેવામા આવી છે. એક બાજુ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના ચૂલા સુધી અનાજ પહોંચે તે પ્રકારની વ્યવસ્થા કરે છે, અને બીજી તરફ આ પ્રકારના ફરમાન જાહેર કરે છે.
E- KYCનહીં કરેલ હોય તો સસ્તું અને નહીં મળે
બીજી બાજુ E- KYCનહીં કરેલ હોય તો સસ્તું અને નહીં મળે તે પ્રકારના નિર્ણયથી રોષ જોવા મળ્યો હતો.પહેલા એવું જણાવવામાં આવ્યું હતું કે E- KYC નહીં કરાવ્યું હોય તો પણ અનાજ આપી દેવામાં આવશે.
ધંધો રોજગાર મૂકી KYC માટે લાઈનોમાં ઉભા રહ્યા
તંત્રના અચાનક આ પ્રકારના નિર્ણયથી KYC નહીં કરાવેલા ગ્રાહકો અનાજથી વંચિત રહેશે. સુરેન્દ્રનગરમાં ફરીથી અરજદારો લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું છે. તંત્રના નિર્ણય સામે લોકોનો રોષ ફાટી નિકળ્યો છે. KYC માટે ત્રણ ત્રણ દિવસનું વેઈટીંગ આવી રહ્યું છે. લોકો ધંધો રોજગાર મૂકી KYC માટે લાઈનોમાં ઉભા રહ્યા હતા.






