સુરેન્દ્રનગર: DIGએ 6 પોલીસ કર્મચારીઓની કરી બદલી, તાત્કાલિક હાજર થવાની આપી સૂચના
સુરેન્દ્રનગર પોલીસમાં ફરજ બજાવતા 6 પોલીસકર્મીઓની અચનાક બદલી કરવામાં આવી હતી. અચાનક બદલી થતાં પોલીસ બેડામાં

સુરેન્દ્રનગર પોલીસમાં ફરજ બજાવતા 6 પોલીસકર્મીઓની અચનાક બદલી કરવામાં આવી હતી. અચાનક બદલી થતાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો.
6 પોલીસકર્મચારીઓની બદલી
થાન પોલીસ મથકમાં મહિલા પોલીસ તરીકે ફરજ બજવાતી 3 મહિલા પોલીસ કર્મીઓ અને પેરોલફર્લો બજાણા પોલીસ મથકમાં ફરજ બજવતા 3 પોલીસકર્મીઓની વિવિધ પોલીસ સ્ટેશનોમાં બદલી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર DIG ડો. ગિરિશ પંડ્યાએ આ તમામ પોલીસકર્મીઓની બદલી કરી છે. તો બીજી તરફ બદલી થયા બાદ તાત્કાલિક હાજર થવાની સૂચના આપી દેવામાં આવી છે.
સુરેન્દ્રનગર DIGએ કરી બદલી
ઉલ્લેખનીય છે કે એક સાથે આટલા બધા પોલીસકર્મીઓની બદલીઓ થતા અન્ય પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓમાં પણ બદલીને લઈને સતત ચર્ચા થઈ હતી.






