મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર: પ્રથમ વરસાદમાં જ ધોળીધજા ડેમ ૯૦% છલકાયો

સુરેન્દ્રનગરમાં પ્રથમ જ વરસાદે સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા ધોળીધજા ડેમમાં નવા નીરની આવક થતાં ડેમ 9

તસવીર: gstv

સુરેન્દ્રનગરમાં પ્રથમ જ વરસાદે સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા ધોળીધજા ડેમમાં નવા નીરની આવક થતાં ડેમ 90 ટકા સુધી ભરાઈ ગયો છે. એક જ રાતમાં જળસપાટી આશરે 20 ફૂટ સુધી પહોંચતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ડેમમાંથી સૌરાષ્ટ્ર, કચ્છ, મોરબી, જામનગર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. નાયકા, ત્રિવેણીઠાગા, ફલકું, નિભાણી અને વળોદ ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યાના ઉકેલની આશા જાગી છે.

આ સમાચાર શેર કરો