VIDEO:સુરેન્દ્રનગર: ૩૧ ઓક્ટોબર સુધીમાં હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન ફરજિયાત, નહીંતર થશે સીલ.
સુરેન્દ્રનગર જિલ્લામાં રજીસ્ટ્રેશન વગર ધમધમતી હોસ્પિટ

સુરેન્દ્રનગર જિલ્લામાં રજીસ્ટ્રેશન વગર ધમધમતી હોસ્પિટલો સામે તંત્રએ લાલ આંખ કરી છે. તંત્ર દ્વારા કડક આદેશ જાહેર કરીને આગામી ૩૧ ઓક્ટોબર સુધીમાં જિલ્લાની તમામ હોસ્પિટલો, લેબોરેટરીઓ અને એક્સ-રે કેન્દ્રો માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો નિયત સમયમાં રજીસ્ટ્રેશન નહીં કરાવાય તો હોસ્પિટલો સીલ કરવાની ચીમકી અપાઈ છે. જિલ્લામાં અત્યાર સુધી ૮૫૦થી વધુ હોસ્પિટલો નોંધાઈ ચૂકી છે, પરંતુ હજુ પણ ૫૦૦થી વધુ હોસ્પિટલો રજીસ્ટ્રેશન વગર જ ચાલી રહી છે. હવે એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, ડેન્ટલ અને સ્કીન ક્લિનિક સહિતના તમામ કેન્દ્રોએ તાત્કાલિક નોંધણી કરાવવી પડશે



