મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર/ સ્કોલરશીપના નામે સરકાર સાથે છેતરપિંડી, 5.27 કરોડનું કૌભાંડ કરનારને પોલીસે ઝડપ્યો

સુરેન્દ્રનગરમાં સરકાર સાથે છેતરપીંડી કરી 5.27 કરોડના સ્કોલરશીપ કૌભાંડ મામલે 50 લાખની રોકડ ર

સુરેન્દ્રનગર/ સ્કોલરશીપના નામે સરકાર સાથે છેતરપિંડી, 5.27 કરોડનું કૌભાંડ કરનારને પોલીસે ઝડપ્યો

સુરેન્દ્રનગરમાં સરકાર સાથે છેતરપીંડી કરી 5.27 કરોડના સ્કોલરશીપ કૌભાંડ મામલે 50 લાખની રોકડ રકમ પોલીસે રિકવર કરી હતી. અત્યાર સુધીમાં ખોટી રીતે સ્કોલરશીપનો લાભ લેનાર 2 હજારથી વધુ વિદ્યાર્થીઓને સમન્સ પાઠવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરમાં 2 હજાર 537 વિદ્યાર્થીઓને ખોટી રીતે સરકારમાંથી પ્રતિ વિદ્યાર્થીને 20 હજારની સ્કોલરશીપ અપાવામાં આવી હોવાનો તપાસમાં ધડાકો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ VIDEO: સાબરકાંઠામાં પોલીસ નેમપ્લેટવાળી કાર ઝાડ સાથે અથડાતાં વળ્યો કચ્ચરઘાણ, બેના મોત 

કાગળ ઉપર ખોટા ટ્રસ્ટ બનાવી વિદ્યાર્થીઓના નામે 5.27 કરોડની સરકાર સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સરકાર સાથે છેતરપીંડી કરવા મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સમાજ કલ્યાણ અધિકારી અને સાથે 3 અન્ય ઈસમોએ ભેગા મળી વિદ્યાર્થીઓની ખોટી માર્કશીટ અને ખોટા ટ્રસ્ટ ઉભા કરી સરકાર પાસેથી કરોડો રૂપિયા પડાવી લેનારને પોલીસે ઝડપી લીધો છે. આ વ્યક્તિ સાથે અન્ય કોણ સંડોવાયેલા હતા તે તપાસ બાદ સમગ્ર કૌભાંડ ઉપરથી પડદો દૂર થશે. 

આ સમાચાર શેર કરો