Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Woman's body found in closed trolley bag, husband suspected of murder

Surat: બંધ ટ્રોલી બેગમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, પતિએ જ હત્યા કર્યાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Surat: બંધ ટ્રોલી બેગમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, પતિએ જ હત્યા કર્યાની આશંકા
સોર્સ : GSTV

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક સોમવારે (ત્રીજી નવેમ્બર) એક સનસનાટીભરી ઘટના સામે આવી હતી.  રોડ પરથી એક બંધ ટ્રોલી બેગ મળી આવી હતી, જેમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે, જે હત્યા તરફ ઈશારો કરે છે. આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.

App Store

પોલીસને પ્રાથમિક તપાસમાં આ મહિલાની હત્યા તેના પતિએ જ કરી હોવાની આશંકા છે. પતિએ હત્યા કર્યા બાદ મૃતદેહને 2.5 ફૂટની ટ્રોલી બેગમાં ભરીને રોડ પર ફેંકી દીધો હોવાનું પોલીસને આશંકા છે. મહિલા જ્યાં રહેતી હતી તે ઘર હાલમાં બંધ હાલતમાં મળી આવ્યું છે. મહિલાનો પતિ અને બાળક પણ ઘરે હાજર નથી.

પોલીસના મતે, આ હત્યા પાછળ ઘર કંકાસ કારણભૂત હોવાની સંભાવના છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને પતિ અને બાળકની શોધખોળ તેમજ હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે દરેક દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.